ગુણોથી ભરપૂર એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા પર સીધો જ કરી શકાય છે. આ માટે ફ્રેશ એલોવેરા જેલ કાઢીને ત્વચાને સાફ કર્યા પછી લગાવો. આનાથી સ્કિન સોફ્ટ થશે.
એલોવેરાને ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરાને હોમમેડ ટોનર બનાવવા માટે તેમાંથી ફ્રેશ જેલ કાઢો. આ જેલમાં થોડું પાણી મિક્સ કરો.
એલોવેરા જેલનું ફેસપેક બનાવીને ઉપયોગ કરી શકો છો. આ માટે એલોવેરા જેલમાં ચંદનનો પાવડર અથવા હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યાર બાદ આ પેકને અડધો કલાક લગાવી રાખો.
એલોવેરાના ફ્રેસ જેલમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ગળા અને ચહેરા પરક લગાવો. 25-30 મિનટ પછી ચહેરો ધોઇ લો અને મોઇશ્ચરાઇઝ કરો.
મેકઅપ દૂર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોટનની મદદથી એલોવેરા જેલ લગાવીને મેકઅપ રિમૂવ કરો ત્યાર બાદ ચહેરાને સારી રીતે ધોવો.
- વિટામિન A - વિટામિન C - વિટામિન E