કમ્પ્યૂટર, મોબાઇલ અને લેપટોપ પર કલાકો સુધી કામ કરવા પર આંખોમાં દુખાવો અને ડ્રાઇનેસ થઇ શકે છે. આંખોને ઠંડા પાણીથી ધોવા પર ઠંડક અને નમી મળે છે.
શરીર જ નહીં આપણી આંખોને પણ કસરતની જરૂરત પડે છે. આ કારણે જ આંખોની કસરત રોજ કરો. આંખો ઉપર- નીચે, ડાબી-જમણી અને ગોળ ગોળ ફેરવો.
વધુ સમય સુધી ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવાથી આંખોમાં કમજોરી, દુખાવો, શુષ્ક અને ઝાંખપ જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ કારણે જ સ્ક્રીન ટાઇમમાં ઘટાડો કરો.
ઓછી ઊંઘ તમારી આંખો પર ખરાબ અસર કરી શકે છે. આંખોને આરામની જરૂરત હોય છે. જ્યારે તમે સૂવો છો તો તમારી આંખો આરામ કરતી હોય છે. આ કારણે 8-9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
જો તમે લેપટોપ અથવા કમ્યૂટરનો ઉપયોગ કરો છો, તો થોડા સમય પર તમારે બ્રેક લેતા રહેવું જોઇએ. દરકે અડધા કલાકમાં 5-10 મિનિટ માટે આંખને સ્ક્રીનથી દૂર કરવી. આનાથી આંખોને નુકસાનીથી બચાવી શકાય છે.
શું તમને ખબર છે તમારી આંખો કેટલું કામ કરે છે? થાકના કારણે આંખો શુષ્ક પડવાની સમસ્યા થઇ શકે છે. આ માટે કપડામાં બરફ લપેટીને આંખોનો સેક કરવાથી રાહત મળે છે.