રસોડાની સફાઈ કરીને કંટાળી જાવ છો? આ ટિપ્સ વડે તમારું કિચન ઝડપથી ચમકાદાર બનશે


By Vanraj Dabhi09, Apr 2024 03:00 PMgujaratijagran.com

રસોડાની સફાઈ

જો તમારા ઘરે કોઈ મહેમાન આવી રહ્યા છે અને તમારી પાસે સમય ઓછો છે,તો આ ટિપ્સની મદદથી તમે તમારા રસોડાને ઓછા સમયમાં સાફ કરી શકો છો.

સૌપ્રથમ સિંક સાફ કરો

તમે સર્ફ,વિનેગર,પાણી અને બ્રશની મદદથી કિચન સિંકને ઝડપથી સાફ કરી શકો છો.

કાચની વસ્તુઓ કેવી રીતે સાફ કરવી

કાચના વાસણો કે કોઈ પણ વસ્તુને કપડાંથી સાફ કરવાના બદલે તેને કાગળ અથવા જૂના અખબારોથી સાફ કરો.

ટાઇલ્સ કેવી રીતે સાફ કરવી

રસોડાની ટાઇલ્સ સાફ કરવા માટે એક બોટલમાં વિનેગર અને બેકિંગ સોડા મિક્સ કરીને આ મિશ્રણને ગંદા ટાઇલ્સ પર છાંટીને થોડા સમય પછી બ્રશની મદદથી સાફ કરો.

રસોડામાં કાટ કેવી રીતે સાફ કરવો

રસોડાના ભાગોમાં કાટ લાગે તો બેકિંગ સોડામાં લીંબુ મિક્સ કરીને લગાવો અને થોડીવાર પછી બ્રશ કે કપડાની વડે તેને ઘસીને સાફ કરો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં ફ્રિજ વગર પાણી ઠંડુ કેવી રીતે રાખવું? જાણો ટિપ્સ