ઉનાળામાં મોટાભાગના લોકો ફ્રિજના પાણીનો ઉપયોગ કરે છે. કારણ કે ઠંડુ પાણી પીધા વિના તરસ છીપતી નથી.પરંતુ ઘણા લોકો પાસે ફ્રિજ હોતું નથી, ચાલો જાણીએ.
ઉનાળામાં પાણીને ઠંડુ રાખવા માટે તમે આઈસબોક્સની મદદ પણ લઈ શકો છો. તેમાં પાણીની બોટલ રાખવાથી પાણી ઠંડુ રહે છે.
ઉનાળામાં ઘડાનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે.તેનું પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે.
તાંબાની બોટલમાં પાણી ભરી રાખવાથી તે ઝડપથી ગરમ થતું નથી અને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે તેને કપડાથી પણ ઢાંકી શકો છો.
જો તમે બહાર કામ કરો છો તો તમે પ્લાસ્ટિકની જગ્યાએ માટીની બોટલનો ઉપયોગ કરી શકો છો. તેમાં પાણી ઠંડુ રહે છે.
પાણી વાસણને ભીના કપડામાં લપેટીને રાખો.જેથી ઉનાળામાં પણ પાણી ઠંડુ રહે.
પાણીને ઠંડુ રાખવા માટે ઇન્સ્યુલેટેડ બોટલનો ઉપયોગ કરી શકાય છે. તે ઉનાળામાં લાંબા સમય સુધી પાણીને ઠંડુ રાખી શકે છે.
પાણીના વાસણને ઘરની ઠંડી જગ્યાએ રાખો અને તેની સામે કૂલિંગ ફેન ચાલુ રાખવવાથી પાણી લાંબા સમય સુધી ઠંડુ રહેશે.
તમે આ ટિપ્સની મદદ લઈ શકો છો. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.