પેટની ચરબી વધવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ જન્મ લે છે તેથી તેની પર ધ્યાન આપવું જરુરી બને છે. જો તમને પણ આ પ્રકારની તકલીફ હોય તો તમે તમારા નાસ્તામાં આ હેલ્ધી ઓપ્શનને એડ કરો.
સાંભર સાથેની ઈડલી ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. સવારના નાશ્તામાં નાસ્તો કરશો તો તમને બપોર સુધી ભૂખ લાગશે નહીં, અને કેલરી પણ જળવાઈ રહેશે.
દાળિયામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને કઠોળમાં પ્રોટીન પણ સારી માત્રામાં રહેલું હોય છે. આ ખાવાથી પેટની ચરબી ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે.
આમાં પ્રોટીન, ફાઇબર અને ઓછી કેલરીથી ભરપૂર હોય છે. જો પેટની વધારાની ચરબી બર્ન કરવા માંગતા હોવ તો આને તમારા ડાયેટમાં જરુરથી એડ કરો.
ફણગાવેલા મગ અથવા ચણાને ડુંગળી, ટામેટાં અને મસાલા સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્પ્રાઉટ્સ ચાટ પણ ખાઈ શકો છો
ગ્રીક દહીં પ્રોટીનયુક્ત, જ્યારે બેરી એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ નાસ્તો ટેસ્ટી અને હેલ્ધી પણ છે.