તમારા કિચન માટે બેસ્ટ ગેસ સ્ટવ ખરીદતા સમયે આ બાબતનું ખાસ ધ્યાન રાખો


By Sanket Parekh08, Apr 2023 04:12 PMgujaratijagran.com

આકાર ચેક કરો

હંમેશા તમારા કિચનની સાઈઝને ધ્યાનમાં રાખીને ગેસ સ્ટવ ખરીદવો જોઈએ, કારણ કે આજકાલ માર્કેટમાં અલગ-અલગ સાઈઝના ગેસ સ્ટવ મળી રહ્યાં છે.

બર્નરની પસંદગી

આજકાલ 1 થી 6 બર્નર વાળા ગેસ સ્ટવ માર્કેટમાં મળી રહ્યાં છે. આથી આપની જરૂરિયાત અનુસાર જ બર્નરની પસંદગી કરવી જોઈએ, કારણ કે તે વધારે જગ્યા રોકે છે.

બર્નર વચ્ચેની ગેપ જુઓ

વધારે બર્નર હોય, તો ગેસ સ્ટવમાં વચ્ચેની ગેપને પણ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. જેથી મોટા વાસણનો સરળતાથી ઉપયોગ થઈ શકે. નજીક-નજીક બર્નર હશે, તો એક સમયે એક જ બર્નરનો ઉપયોગ થઈ શકશે.

બર્નરની ગુણવત્તા

આજકાલ બર્નર પીત્તળ અને સ્ટેનલેસ સ્ટીલમાં આવે છે. પીત્તળની સરખામણીમાં સ્ટેનલેસ સ્ટીલનું બર્નર વધારે મજબૂત હોય છે. આ સિવાય તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખરીદી કરો.

ડિઝાઈનનો ખ્યાલ રાખો

આજકાલ કલરફૂલ ગેસ સ્ટવ પણ મળે છે. એવામાં રસોડાના રંગ પ્રમાણે મેચ કરીને ગેસ સ્ટવ ખરીદી શકો છો. જેથી કિચનનું લુક વધારે શાનદાર થઈ જશે.

બ્રાન્ડને પણ ધ્યાનમાં લો

હંમેશા ISI સર્ટિફાઈડ ગેસ સ્ટવની ખરીદી કરો. ભૂલથી પણ કોઈ બ્રાન્ડ વિનાના ગેસ સ્ટવની ખરીદી ના કરશો, નહીંતર તે જલ્દી ખરાબ થઈ જશે. આ ઉપરાંત તે સુરક્ષિત પણ નથી હોતો.

ફિનિશિંગ પર ધ્યાન આપો

આજકાલ ગ્લાસ-ટૉપ ફિનિશ વાળા ગેસ સ્ટવ ખૂબ જ ચાલે છે. જો કે સ્ટેનલેસ સ્ટીલનો ગેસ સ્ટવ વધારે મજબૂત હોય છે અને તેની સેલ્ફ લાઈફ પણ પ્રમાણમાં વધારે હોય છે અને તેને સાફ કરવો પણ સરળ છે.

આ ટિપ્સથી સરળતાથી છોલો ડુંગળી