ડુંગળીને ગેસ પર મૂકીને તેને ગોળ ફરતે શેકો. આમ કરવાથી ડુંગળી છોલવામાં સરળતા રહેશે.
તમે ડુંગળના નીચેના ભાગ અને રુટને પહેલા કાપી લો. ત્યાર બાદ તેના વચ્ચેની છાલને કાઢી લો. આ કર્યા પછી છાલ સરળતાથી નીકળી જશે અને ડુંગળી સરળતાથી છોલાશે.
ડુંગળીની છાલ કાઢવા માટે તેને પંચ કરો. આ ડુંગળી છોલવાનો એક દેશી ઉપાય છે.
ડુંગળીને અડધી કાપીને પાણીના બાઉલમાં મૂકી દો.આનાથી છાલ સરળતાથી નીકળી જશે અને ડુંગળી કાપતા સમયે આંખમાંથી પાણી પણ નહીં નીકળે.
ડુંગળીની છાલ કાઢવા માટે તેના ઉપરના ભાગને અલગ કરો. ત્યારે બાદ તેમાં એક ઉભી કટ લગાવો અને હાથ વડે પૂરી છાલ ઉતારી લો.
ડુંગળીને છોલવા માટે તેને થોડી વાર ફ્રિજના પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી તેની સ્મેલ દૂર થશે અને સરળતાથી છાલ પાણ નીકળી જશે.
ડુંગળીને કાપવા માટે સૌથી પહેલા તેના મૂળને કાપો. આમ કરવાથી ડુંગળીની છાલ ઝડપથી નીકળવા લાગશે.