છાશમાં બ્લેક સૉલ્ટ મિલાવીને પીવાથી માત્ર તેનો સ્વાદ વધવા સાથે પેટને પણ ફાયદો થાય છે. જે કબજિયાતથી રાહત અપાવે છે. આ સિવાય સેરાટોનિન હોર્મોન વધારે છે, જે સ્ટ્રેસને દૂર રાખવામાં મદદ કરે છે.
કબજિયાત, અપચો જેવી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે છાશમાં જીરાનો પાવડર મિલાવીને પી શકો છે.
વરિયાળીથી પેટમાં દુખાવો, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. જે વિટામિન સીથી ભરપુર હોય છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ માટે તમે વરિયાળીના પાવડરને છાશમાં મિલાવીને પી શકો છો.
ફાઈબરથી ભરપુર હોવાના કારણે અળસીના બીજના પાવડરને પણ છાશમાં મિલાવીને પીવાથી કબજિયાતથી રાહત મળે છે.