તણાવના કારણે વાળ કેમ ખરે છે? જાણો હેર ફૉલ અટકાવવાના આસાન ઉપાય


By Sanket M Parekh2023-05-14, 16:07 ISTgujaratijagran.com

વાળ કેમ ખરે છે?

વધારે તણાવ ટેલોજેન એફ્લુવિયમને વધારે છે. એવામાં તમારા વાળ ઝડપથી ખરે છે. જ્યારે પણ તમે વાળમાં કાંસકો ફેરવશો, ત્યારે તમારા વાળ ખરવા લાગે છે.

સારી ડાયટ લો

ખરાબ ખાણી-પીણી તમને અનેક રોગોનો શિકાર બનાવે છે. જે પૈકી એક વાળ ખરવાની પણ સમસ્યા છે. આયરન, વિટામિન-ઈ અને વિટામિન-ડીથી ભરપુર આહાર લો.

ઈંડા લગાવો

વિટામિન-એ, ઈ અને ડીના ગુણથી ભરપુર ઈંડા નેચરલ કંડિશનર તરીકે કામ કરે છે. જેને વાળ પર લગાવવાથી વાળમાં ચમક આવે છે અને હેર ફોલમાં પણ છૂટકારો મળે છે.

એલોવેરા જેલ લગાવો

વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા એલોવેરા જેલ લગાવો. જે સિસ્ટીન અને લાઈસિનના ગુણોથી ભરપુર હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે.

મીઠા લીમડાનો હેર માસ્ક

હેર ફૉલ રોકવા માટે તમે મીઠા લીમડા અને દહીથી તૈયાર કરવામાં આવેલ હેર માસ્ક લગાવી ખો છે. જે તમારા વાળને પ્રોટીન પુરુ પાડે છે. જેથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

લીંબુ

લીંબુના રસમાં આયરનના ગુણ હોય છે, જે વાળ ખરવાની સમસ્યા ઓછી કરે છે. આ સાથે વાળના ગ્રોથમાં પણ સુધારો લાવવામાં મદદ કરે છે.

દૂધમાં કાજુ પલાળીને ખાવાથી મળશે આ મેજિકલ ફાયદા