ઉનાળામાં કેરીની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે. આ સિઝનમાં બજારમાં ઘણી બધી કાચી અને પાકી કેરીઓ વેચાય છે. પરંતુ જ્યારે આપણે વધુ કેરી ઘરે લાવીએ છીએને તેને સંગ્રહ કરવાની ચિંતા થવા લાગે છે. આ રીતે સ્ટોર કરશો તો લાંબા સમય સુધી કેરી બગડશે નહીં.
જો તમે મોટી માત્રામાં પાકેલી કેરી ખરીદી હોય તો તેને ફ્રિજમાં રાખી શકો
ફ્રીઝરમાંથી કેરીના ટુકડા કાઢીને ઝિપ લોક બેગમાં સ્ટોર કરો અને તેને એરટાઈટ કન્ટેનરમાં મૂકો.આ રીતે સ્ટોર કરવાથી કેરી ઝડપથી બગડતી નથી.
કેરીના ટુકડા કરીને મિક્સર જારમાં રસ બનાવીને તેને કાચની બોટલ ભરીને રાખો.
જો કેરી સ્ટોર કરવા માટે ફ્રીજમાં જગ્યા ન હોય તો તેની પ્યુરી બનાવીને આઈસ ક્યૂબ ટ્રેમાં રાખીને જામી જાય પછી તેની ઉપર પોલિથીનથી ઢાંકી દો.
કાચી કેરીને મોટાભાગે ઓરડાના તાપમાનમાં સારી રહે છે.ફ્રિજમાં ન રાખવા જોઈએ. આ કારણે તે ઝડપથી બગડી શકે છે.
કાચી કેરીને છોલીને તેના ટુકડા કરીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં રાખો. તમે લાંબા સમય સુધી બગડશે નહીં.
કેરીના ટુકડા કરો અને તેમાં થોડો ખાંડનો પાવડર મિક્સ કરો. હવે તેમને 2 કલાક માટે ફ્રીઝરમાં રાખો.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.