કૂલરમાંથી ગંદી સ્મેલ આવે છે? આ દેશી જુગાડ અપનાવો, તમારો રૂમ રહેશે ફ્રેશ અને ઠંડો


By Smith Taral15, May 2024 12:07 PMgujaratijagran.com

ઉનાળાની ઋતુમાં ઘરમાં કુલરનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવે છે, ઘણા લોકો એસી કરતા કૂલર વાપરવાનુ વધુ પસંદ કરે છે. તેવામાં એસીની માફક કૂલર પણ મેઈન્ટેનન્સ માંગી લે છે, માટે તેને સમયસર સાફ કરતા રહેવું જરુરી છે જેથી તે સારી રીતે કામ કરી શકે છે. કુલરને લાંબા સમય સુધી સાફ ન કરવામાં તો તેમાથી તીવ્ર ગંધ આવવા લાગે છે, જો તમારા કુલરમા પણ આ સમસ્યા હોય તો આ દેશી જુગાડ અપનાવો.

પાણી બદલો

જો તમારા કુલરમાં ઘણા દિવસોથી પાણીથી ભરેલું રહે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે, અને ઘણીવાર પાણીમાં બેક્ટેરિયા ભરાઈ જાય છે તેથી, જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરો ત્યાર તેમાં ફ્રેશ પાણી ભરો.

ગંદા ઘાસને બદલો

કૂલરથી ઠંડી હવા આવવા પાછળનું કારણ તેમા રહેલું ઘાસ છે, તે ભીનું થતા કુલર ઠંડી હવા છોડે છે. જો આ ઘાસને પણ સમયસર બદલવામા ન આવે તો તેમાથી ગંધ આવવા લાગે છે. તેથી, દર સીઝનમાં તેને બદલવું અને નવું લગાવવું વધુ સારું રહેશે.

તડકામાં રાખો

જો કૂલરને ઘણા લાંબા સમય સુધી ચલાવતા હોવ તોઘાસને ક્યારેક બે-ત્રણ કલાક તડકામાં રાખો. આ રીતે તે ફ્રેશ થઇ જાય છે અને બેક્ટેરિયા વધતા નથી

ચંદન ઓઇલ

તમે ઠંડા પાણીમાં ચંદન ઓઇલ અથવા કોઈપણ પ્રકારનું નેચરલ એસેંશિયલ ઓઇલ ઉમેરી શકો છો. આવું થવા પર આખા રૂમમાં સુગંધ ફેલાઈ જશે અને મૂડ ફ્રેશ થઈ જશે.

ચંદન ઓઇલ

તમે ઠંડા પાણીમાં ચંદન ઓઇલ અથવા કોઈપણ પ્રકારનું નેચરલ એસેંશિયલ ઓઇલ ઉમેરી શકો છો. આનાથી આખા રૂમમાં સુગંધ ફેલાઈ જશે અને મૂડ ફ્રેશ થઈ જશે.

Weight Loss Tips:કુદરતી રીતે મેટાબોલિઝમ કેવી રીતે વધારવું?