મોજામાં આવતી દુર્ગંધ કરવાની ટિપ્સ એન્ડ ટ્રીક્સ


By Bhavesh Chaudhary25, Jul 2024 05:11 PMgujaratijagran.com

મોજાની દુર્ગંધ

ઘણીવાર આપણે દિવસ દરમિયાન મોજા પહેરીએ તો તેમાંથી દુર્ગંધ આવતી હોય છે. જેનાથી આપણી સાથે બીજાને પણ આ પ્રકારની દુર્ગંધ ગમતી નથી. તો જાણો કઈ રીતે કરી દૂર કરી શકાય.

કેમ દુર્ગંધ આવે છે

જ્યારે પગમાં પરસેવો આવે છે ત્યારે પગમાં રહેલી મૃત ત્વચા બેક્ટેરીયા સાથે ભળવાથી પગમાંથી દુર્ગંધ આવે છે.

વિનેગાર

મોજાની દુર્ગંધ દૂર કરવા માટે સૌ પહેલા મોજાને સાબુ અથવા વોશિંગ પાવડરમાં ધોઈને છેલ્લી વખત પાણીમાંથી નિકળતી વખતે તેમાં અડધો કપ વિનેગાર નાખવાથી મોજાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

ટી બેગ અને ગુલાબ જળ

સૌથી પહેલા એક કપમાં ગરમ પાણીમાં ટી બેગ નાખીને જ્યારે ઠંડું પાણી થાય એટલે તેમાં થોડા ગુલાબ જળ ભેળવીને મોજાને પાણીથી ધોવાથી મોજાની દૂર્ગંધ દૂર થઈ જાય છે.

નારંગી

સૌ પ્રથમ એક ડોલમાં નારંગીની છાલ નાખીને 1 કલાક થયા પછી આ પાણીથી મોજાને ધોવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે.

ટેલ્કમ પાવડર

જો તમારે મોજાને ધોવાનો ટાઈમ ન હોય તો તમારે મોજાને તડકામાં સુકવીને થોડી વાર પછી તેમાં ટેલકમ પાવડર નાખવાથી મોજાની દુર્ગંધ દૂર કરી શકાય છે.

ખાવાના સોડા

સૌથી પહેલા ડોલમાં પાણીમાં પાણી લઈને તેમાં ખાવાના સોડા મિક્સ કરો, આ બાદમાં મિક્સ કર્યા બાદ 1-2 કલાક મોજા પલાળીને રાખી મોજાને ધોઈ લેવાથી તેમાંથી દૂર્ગંધ દૂર થઈ જાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Street Food in Vadodara: વડોદરામાં આ પોપ્યુલર ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરો