Street Food in Vadodara: વડોદરામાં આ પોપ્યુલર ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરો


By Smith Taral25, Jul 2024 04:08 PMgujaratijagran.com

કચોરી

ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી કચોરી માં મસાલેદાર સ્ટફિંગ કરવામાં આવે છે. આમલીની ચટણી, મરચાંની લસણની ચટણી, સાથે ખાઈ શકો છો

દાળવડા અને સમોસા

ચોમાસામાં દાળવડા અને સમોસા ખાવાનો આનંદ પણ અનેરો હોય છે. વડોદરામાં સૌથી લોકપ્રિય નાસ્તો આલૂ સમોસા છે. આ સિવાય દાળ વડા પણ ત્યાનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે.

દાબેલી

દાબેલી વડોદરા જ નહિ પરંતુ આખા ગુજરાતમાં ખૂબ પસંદ કરવામાં આવતું સ્ટ્રીટ ફૂડ છે. મસાલેદાર બટાકાનું સ્ટફિંગ સાથે ડુંગળી, મસાલેદાર મગફળી, સેવ અને દાડમના દાણાથી ભરપુર દાબેલી સ્ટ્રીટ પર ખાવા માટેનો ઉત્તમ ડીશ છે

બટર ભાજી પાંવ

સેવ ઉસળ જેવી જ એક બીજી ડીશ બટર ભાજી પાંવ પણ વડોદરામાં ખૂબ ફેમસ છે. બટાકા અને અન્ય શાકભાજી ને મિક્સ કરીને બનાવવામાં આવતી સાથે તેના ઉપર નાખવામાં આવતું ભરપુર બટર નો સ્વાદ જ અલગ હોય છે. આને પાંવ અને પરાઠા સાથે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે

લીલો ચેવડો અને ભાખરવડી

ભાખરવડી અને લીલો ચેવડો વડોદરાના સૌથી લોકપ્રિય ફરસાણ છે. અહીં મુલાકાત લેવા આવતા લોકો પણ લીલો ચેવડો અને ભાકરવાડી ને ખૂબ પસંદ કરે છે

સેવ ઉસળ

વિવિધ મસાલાઓ સાથે અને શાકભાજી ના મિશ્રણથી બનાવામા આવતું સેવ ઉસળ બરોડામાં ખૂબ ફેમસ છે. આને ઝીણી સમારેલી ડુંગળી, લીંબુ, લીલા મરચાની ચટણી અને ગરમ પાવ સાથે પીરસવામાં આવે છે.

ફાફડા અને જલેબી

ગુજરાતના નાશ્તાની વાત કરતા હોઈએ અને તેમાં ફાફડા જલેબીની વાત ન કરીએ તેવું ન બને, બાકી જગ્યાઓની માફક વડોદરામાં ફાફડા અને જલેબી ખાવાના લોકો ખૂબ શોખીન છે

કુલ્ફી

વડોદરામાં સ્ટ્રીટ ફૂડ માં કુલ્ફી પણ અત્યંત ફેમસ છે, અંહી દરેક ઉંમરના લોકો કુલ્ફીનો આનંદ માણે છે. વડોદરામાં ફાલુદાથી માંડીને કસ્ટાર્ડ એપલ જેવી ટેસ્ટી અને નવી પ્રકારની કુલ્ફીઓ મળે છે

Moringa Benefits: સરગવા ખાવાનાં આ અઢળક સ્વાસ્થ્ય લાભો વિશે જાણો