ડ્રમસ્ટિક્સ જેને સરગવાના નામે પણ ઓળખવામા આવે છે, આના સેવનથી શરીરને અસંખ્ય સ્વાસ્થ્ય લાભો મળે છે. આનું શાક બનાવી શકાય છે, અથવા સંભાર અને દાળમાં નાખીને પણ ખાઈ શકાય છે. આવો જાણીએ આના સેવનથી મળતા સ્વાસ્થ્ય લાભો વિશે
સરગવાનું સેવન કરવાથી અનેમીયા જેવી સમસ્યામાં રાહત મળે છે, આ લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે
સરગાવાનું સેવન ત્વચા માટે પણ લાભદાયક છે આના સેવનથી ખીલ જેવી સમસ્યાથી બચી શકાય છે કારણ કે તેમા એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે
સરગાવામા કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ રહેલું હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી પોષકતત્વો છે
સરગવામા રહેવા એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણો શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
સરગવામાં અઢળક પોષકતત્વો રહેલા હોય છે, જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, અને વિટામિન એ, બી, સી, આ પોષકતત્વો સ્ત્રીને ગર્ભાવસ્થાની સ્થિતીમાં સુરક્ષિત રાખે છે
સરગવામાં ઘણા પ્રકારના વિટામિન રહેલા હોય છે ખાસ કરીને વિટામિન A, B, C અને K જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
સરગવા ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, આના સેવનથી લોહીમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે.
સરગાવાનું સેવન હૃદય આરોગ્યને જાળવી રાખવામા પણ મદદ કરે છે, આમા રહેલું ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે