Yoga for Weight Loss: 7 યોગ આસનો જે સૌથી વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં


By Smith Taral25, Jul 2024 11:46 AMgujaratijagran.com

વજન ઘટાડવા માટે મોટા ભાગે લોકો જીમ જાય છે, સ્ટ્રીક્ટ ડાયેટ કરે છે જે ખરેખર વજન ઘટાડવા માટે જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો યોગાસન કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો. એવા કેટલાક આસનો છે જેની પ્રેકટીસ કરવાથી તમે શરીરની ચરબી ઓછી કરી શકો છો. આવો જાણીએ

ચતુરંગા દંડાસન

આ આસન કરવા માટે તમારા હાથ કોણીઓ 90-ડિગ્રીનો ખૂણો બનાવી હથેળીને જમીન રાખી પ્લેન્કની પોઝીશનમાં આવવાનું છે, આ આસન તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે

કુંભકાસન

કુંભકાસનને સામાન્ય ભાષામાં પ્લેન્ક પણ કહેવાય છે, આ આસન પણ શરીરને અને પેટને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે. આ આસનમા તમારા આર્મસને જમીન પર રાખી શરીરને ઉપરની તરફ સીધી રેખામા લાવી 15 થી 30 સેકન્ડ સુધી તેમ રહેવાનો પ્રયત્ન કરો

ઉત્કટાસન

ઉત્કટાસ કરવાથી તમે શરીરના મોટા સ્નાયુઓને ટાર્ગેટ કરો છો, જેનાથી તમે ઘણી બધી કેલરી બર્ન કરી શકો છો. આ માટે તમે ખૂરશી પર બેઠા હોવ તે પોઝીશનમાં આવી જાવો અને બંને હાથને હવામાં ઉપર રાખો

ચક્રાસન

ચક્રાસન પણ વજન ઘટાડવા માટે ફાયદાકારક આસન છે, આ તમારા શરીરના સ્નાયુઓને ફ્લેકસીબલ બનાવે છે અને નિતંબ, પગ, ખભા, હાથ અને જાંઘને પણ અસર કરે છે. આ આસન કરવા પીઠના બળે સુઈ જઈ શરીરને વ્હીલના પોઝમા ઉપર લાવો અને 15 સેકન્ડ માટે તે પોઝીશનમા રહો

ઉત્તિતા અશ્વ સંચલનાસન

જેમ કાર્ડીયોમા લંજીસ કરવામા આવે છે તે જ રીતે આ આસન કરી શકાય છે, આમાં શરીર સંતુલન જાળવી રાખવા માટે ઘણી કેલરીસ બર્ન કરે છે

અર્ધ પિંચા મયુરાસન

અર્ધ પિંચા મયુરાસનમા તમારે ડોલ્ફિન પોઝમા શરીરને ઉપરની તરફ લાવવાનું રહે છે, અને તમારા આર્મસને જમીન પર રાખી સંતુલન રાખવાનું રહે છે. આ તમારા ટ્રાઇસેપ્સ, જાંઘ અને કોર સ્ટ્રેન્થને મજબૂત કરે છે

સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર આસનોમા સૌથી સરળ અને પૂરા શરીર ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે, જો તમે સૂર્ય નમસ્કારના માત્ર 12 રાઉન્ડ કરો છો તો તમને વજન ઘટાડવામાં ઘણો લાભ મળે છે

આ આસનો કરવાથી તમારા આંખની રોશની વધી શકે છે