આ આસનો કરવાથી તમારા આંખની રોશની વધી શકે છે


By Bhavesh Chaudhary24, Jul 2024 04:38 PMgujaratijagran.com

આંખ

આંખ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં લોકો તેની યોગ્ય કાળજી લેતા નથી.

આંખની દૃષ્ટિ

આજકાલ મોટાભાગના બાળકોને ચશ્મા આવી ગયા છે. કેમ કે ખરાબ જીવનશૈલીના કારણે આંખોની યોગ્ય કાળજી લેતા નથી.

આ આસન કરો

આજે તમને કેટલાક આસનો વિશે જણાવીશું જે તમે કરવાથી આંખની રોશની વધારી શકો છો.

ત્રાટક આસન

ત્રાટક આસનમાં તમારે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. આ આસન કરવાથી આંખોની રોશનીમાં સુધારો જોવા મળે છે.

ભસ્ત્રિકા આસન

આ આસનમાં તમારી ગરદન અને કરોડરજ્જુને સીધી રાખીને બેસો. પછી શરીરનું હલનચલન કર્યા વિના ઊંડો શ્વાસ લો અને બંને નસકોરામાંથી આવાજ કરતી વખતે ઝડપી શ્વાસ બહાર કાઢો.

આંખો ગોળ ગોળ ફેરવવી

આંખોને ગોળ ગોળ ફેરવવાની કસરત કરવાથી આંખની રોશનીમાં વધારો કરી શકો છો.

આંખો પર હથેળી મુકવી

આંખની રોશની વધારવા માટે તમારી બંને હથેળીઓ જોરથી હુંફાળી થાય ત્યાં સુધી ઘસો અને પછી તેને હળવેથી આંખના પોપચા પર મુકવાથી તમારી આંખની રોશનીમાં વધારો આવી શકે છે.

આંખો પટપટાવવી

આંખ પટપટાવવી કસરતમાં તમારે તમારી આંખને ઝડપથી બંધ કરવી અને ઝડપથી ખુલવાની હોય છે. આ કસરત 10 સેકન્ડ સુધી કરવાની હોય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Elaichi Benefits: સવારે ખાલી પેટ ઈલાયીચીનું સેવન કરવાથી મળશે ઘણા ફાયદા