ઉનાળામાં પાણી વગર એક પળ પણ કાઢી ન શકાય, તેવામાં અતિશય ગરમી હોવાને લીધે આપણે ઠંડુ પાણી પીવા માંગીએ છીએ. તેવામાં ફ્રિજ જરૂરિયાત બની ગયું છે, ઘણા લોકો ફ્રીજનું જ પાણી પીવાનું પસંદ કરે છે, પરતું હજુ ઘણા લોકો તરસ છીપાવવા માટલાનું પાણી પણ પીવે છે, કહેવાય છે માટલાના પાણી પીવાથી તરસ સારી રીતે છીપાય છે
રેફ્રિજરેટરનું પાણી સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં નથી આવતું, તેની જગ્યાએ માટલાનું પાણી પીવું વધું ફાયદાકારક છે. આ પીવાથી તમારી તરસ પળવારમાં છીપાય છે જ્યારે ફ્રિજનું ઠંડુ પાણી તેને વધારે છે.
જો માટલામાં પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય તો તમે કેટલીક ટ્રીક્સ અજમાવીને તેને અસરકારક બનાવી શકો છો. જાણો કેવી રીતે
માટલાની સફાઈ કરતી વખતે મીઠાનો ઉપયોગ કરો, મીઠાથી માટલાના છીદ્રો ખૂલી જાય છે અને માટલાાં પાણી પેલાની જેમ ઠંડુ રહે છે
પહેલા માટલાને વ્યવસ્થિત ધોઈ લો અને પછી તેમાં બે ચમચી મીઠું નાખીને તેને સારી રીત સ્ક્રબ કરો. આમ કરવાથી તેના છિદ્રો ખુલી જશે. તેવી જ રીતે તેને બહારથી પણ સાફ કરો
પહેલા માટલાને વ્યવસ્થિત ધોઈ લો અને પછી તેમાં બે ચમચી મીઠું નાખીને તેને સારી રીત સ્ક્રબ કરો. આમ કરવાથી તેના છિદ્રો ખુલી જશે. તેવી જ રીતે તેને બહારથી પણ સાફ કરો
હવે એક માટલાને આ 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો. આ રીતે માટલું ફરી ઠંડુ થઈ જાય છે. હવે માટલામાં પાણી ભરી, ફ્રીજ જેવું જ ઠંડુ પાણી પીવો
જો તમે નિયમિત રીતે માટલાનું પાણી પીઓ છો તો તેનાથી તમારા પાચનતંત્રને ફાયદો થાય છે, અને મેટાબોલીઝમ પણ સુધરે છે