ખાલી પેટ કિસમિસ ખાવાથી આ સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય


By Smith Taral11, May 2024 01:20 PMgujaratijagran.com

કાળી કિસમિસમાં પોષણ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે, તેને ખાસ કરીને નાસ્તામાં ખાવાની સલાહ આપવામાં આવે છે

વજનમાં ઘટાડો કરે છે

કીસમીસમાં રહેલા ફાઈબરના ગુણોના લીધે તે વજન ઘટાડવા માટે યોગ્ય ખોરાક છે. આ ખાવાથી પેટ પણ ફૂલફીંલીગ લાગે છે જેથી લાબાં સમય સુધી ભૂખ નથી લાગતી.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ન્યુટ્રિશનિસ્ટ પાયલ શર્મા જણાવે છે જો કીસમસીને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

કાળી કિસમિસ વિટામિન C થી ભરપૂર ખોરાક છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

આંતરડાના સ્વાસ્થ્ય માટે સારુ

કાળી કિસમિસ પાચનને સરળ બનાવે છે, આ સિવાય તેમા રહેલા ઉચ્ચ ફાઇબર કબજિયાતને રોકવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

હાડકાનું સ્વાસ્થ્ય

કિસમીસ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે, જે હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે

જો તમે ઓછી ઊંઘ લઈ રહ્યા હોવ તો ચેતી જજો, થશે આ ગેરફાયદા