જો તમે ઓછી ઊંઘ લઈ રહ્યા હોવ તો ચેતી જજો, થશે આ ગેરફાયદા


By Smith Taral10, May 2024 05:26 PMgujaratijagran.com

જો તમે રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તેની શરીર પર ઘણી નકારાત્મક અસરો પડે છે. શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી ઘણી જરૂરી છે. જો તમે તમારા કામને ઊંઘ કરતા વધારે મહત્વ આપી રહ્યા હોવ તો એ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું ઓછી ઊંઘ લેવાના ઘેરફાયદા વિશે

હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર

રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લેવી અથવા રાત્રે 9 કલાકથી વધુ ઊંઘ લેવી, બંને હૃદય માટે હાનિકારક છે. ઓછી ઊંઘનો લેવાથી કોરોનરી હૃદય રોગ અથવા સ્ટ્રોકનું જોખમ વધારે છે.

કેન્સરનું જોખમ

શરીરમાં ઊંઘના અભાવના લીધે ગંભીર રોગનો પણ સામનો કરવો પડી શકે છે, આનાથી સ્તન કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે.

વિચારવાની ક્ષમતા

શરીરમા ઊંઘની ઉણપ તમારી વિચારવાની ક્ષમતા પર અસર કરે છે. મગજ પર કરવામાં આવેલું એક સંશોધન જણાવે છે કે રાત્રે ઊંઘ ન લેવાથી મગજના કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

ભૂલવાની સમસ્યા

સંશોધન મુજબ, નવી માહીતી સંગ્રહ કરવા માટે સંપૂર્ણ આરામની જરૂર છે. અપૂરતી ઊંઘ મગજને કાર્ય કરવામાં ખલેલ પહોંંચાડે છે જેમા ભૂલી જવાની સમસ્યા ઉભી થાય છે.

ભૂલવાની સમસ્યા

સંશોધન મુજબ, નવી માહીતી સંગ્રહ કરવા માટે સંપૂર્ણ આરામની જરૂર છે. અપૂરતી ઊંઘ મગજને કાર્ય કરવામાં ખલેલ પહોંંચાડે છે જેમા ભૂલી જવાની સમસ્યા ઉભી થાય છે.

ટેસ્ટોસ્ટેરો લેવલ ઓછુ થાય છે

જો તમે એક અઠવાડિયા સુધી સતત પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તમારા ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી શકે છે. 5 કલાકથી ઓછી ઉંઘ લેવાથી સેક્સ હોર્મોનનું સ્તર 10 થી 15 ટકા ઘટે છે.

આ વસ્તુઓ પચવામાં છે હળવી, તમારા પેટને રાખશે તંદુરસ્ત