આ વસ્તુઓ પચવામાં છે હળવી, તમારા પેટને રાખશે તંદુરસ્ત


By Smith Taral10, May 2024 04:23 PMgujaratijagran.com

અનિયમિત ખાનપાન અને જંકફૂડના લીધે ઉનાળામાં ઘણી પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને આવી સમસ્યા ન થાય તેવું ઈચ્છતા હોવ તો આ ખોરાકનુ સેવન તમે કરી શકો છો, જે પચવામાં સરળ અને હળવો રહે છે.

દહીં

ઉનાળામાં દહી ખાવું લાભદાયક છે, આમાં સારી માત્રામાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. ઉનાળામાં દહીં ખાવાથી પેટને ઠંડક મળે છે.

ટેટી

ઉનાળામાં ટેટીનુ સેવન કરવુ ઘણું ફાયદાકારક છે, આમાં સારી માત્રામાં પાણી મળી રહે છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

શક્કરિયા

શક્કરિયુ ફાઈબરયુક્તર ખોરાક છે જેના સેવનથી પાચનક્રિયા સુધરે છે અને પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

સફરજન

સફરજન પણ પ્રીબાયોટિક્સનો સારો સ્રોત છે, જે પાચનમાં સુધારો કરે છે. આ ઉપરાંત, તેની ઠંડી પ્રકૃતી પેટને ઠંડક આપે છે.

સફરજન

સફરજન પણ પ્રીબાયોટિક્સનો સારો સ્રોત છે, જે પાચનમાં સુધારો કરે છે. આ ઉપરાંત, તેની ઠંડી પ્રકૃતી પેટને ઠંડક આપે છે.

કેળા

કેળામાં સારી માત્રામાં પ્રીબાયોટિક્સ અને ફાઈબર જોવા મળે છે, તેને ખાવાથી પાચનક્રિયા સારી થાય છે

ડ્રાય ફ્રુટ્સ

ડ્રાય ફ્રુટ્સમાં સારી માત્રામાં હેલ્ધી ફેટ્સ રહેલું હોય છે, આમાં ઓમેગા-3, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબર અને અન્ય પોષક તત્વો રહેલા હોય છેે જે પેટની સમસ્યાઓમા રાહત આપે છે.

ઓટમીલ

એન્ટી-ઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર ઓટમીલ પેટના સ્વાસ્થ્ય માટે ઘણુ સારુ માનવામા હોય છે, આ પચવામા પણ હળવો ખોરાક છે

કપડા પરથી કેરીના ડાઘ દૂર નથી થઈ રહ્યા, અપનાવો આ સરળ ટ્રીક્સ