ઉનાળામાં કેરી જોતા જ મોંમા પાણી આવી જાય છે, ઘણીવાર કેરી અથવા કેરીનો રસ ખાતા તે કપડા પર પડી જાય છે અને તેનો ડાઘ પણ રહી જાય છે. જો તમારી સાથે પણ આવું થયુ હોય, અને ધોયા પછી પણ કેરીનો જીદ્દી ડાઘ ન જતો હોય તો આ સરળ ટ્રીક્સ અપનાવી શકો છો
લીંબુના રસમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર લગાવો, તેને થોડી વાર માટે રહેવા દો, અને પછી પાણીથી ધોઈ લો.
હૂંફાળા પાણીમાં એમોનિયાનું મીકસ કરીને લીક્વીડ તૈયાર કરો. હવે તેને ડાઘવાળી જગ્યામાં ડુબાડીને થોડી વાર રહેવા દઈ તેને સાફ કરી લો
આલ્કોહોલનો ઉપયોગ કરીને પણ કેરીના ડાઘ દૂર કરી શકાય છે, તેનાથી કપડાંનો રંગ પણ ઉતરતો નથી અને ડાઘ દૂર થઈ જાય છે
ખાવાના સોડાથી પણ કેરીના ડાઘ દૂર કરી શકાય છે. આ માટે પાણીમા બેકિંગ સોડા ઉમેરીને ડાઘવાળી જગ્યાને સાફ કરો.
ટૂથપેસ્ટની મદદથી પણ ડાઘ દૂર કરી શકાય છે. આ માટે તેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને સાફ પાણીથી ધોઈ લો.
પાણીમાં 1-2 ચમચી બ્લીચ મિક્સ કરી તેને ડાઘવાળી જગ્યા પર લગાવી તેને 10 મિનિટ માટે છોડી દો. પછી તેને કપડાંથી ઘસીને સાફ કરી લો
લીંબુ અને ખાવાના સોડાની મિક્સ કરીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને હાથ વડે ઘસો. તેનાથી ડાઘ પણ દૂર થશે.