ઘણી વખત કોઈ ખૂબ ખાટી અથવા ઠંડી વસ્તુ ખાવાથી દાંતમા દુખાવો થાય છે, જો તેની સારવાર ન કરીએ તો દુખાવો વધી પણ શકે છે.
જ્યારે દાંતમા તીવ્ર દુઃખાવો શરૂ થાય છે ત્યારે શું કરવું તેની સમજાતું નથી અને તકલીફ વધે છે. આવો જાણીએ દાંતના દુખાવામાં રાહત મેળવવા શું કરવું જોઈએ.
જો તમને દાંતમાં થોડો દુખાવો થાય ત્યારે મીઠાના પાણીથી ગાર્ગલ કરો, આમ કરવાથી દાંતના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે.
બેકિંગ સોડા પણ દાંતના દુખાવાથી રાહત મેળવવા માટે ઉપયોગી થઈ શકે છે. આ માટે ટૂથપેસ્ટમાં ખાવાનો સોડા મિક્સ કરીને દાંતના દુખાવા પર લગાવો.
ઉનાળામાં દાંતના દુખાવામાં જ્યા દુખાવો થાય છે ત્યાં બરફનો ટુકડો લગાવો, ગરમીમાં તે દુખાવામાં રાહત આપશે
ઉનાળામાં દાંતના દુખાવામાં જ્યા દુખાવો થાય છે ત્યાં બરફનો ટુકડો લગાવો, ગરમીમાં તે દુખાવામાં રાહત આપશે
દાંતમાં દુખાવમાં લવિંગનો ઉપયોગ કરો, લવીંગને દાંતની નીચે દબાવવાથી દુખાવામાં રાહત મળે છે.
ટી બેગનો ઉપયોગ દાંતના દુખાવાથી થતા દુખાવાને દૂર કરવા માટે થાય છે. ટી બેગને દાંત પર લગાવવાથી દુખાવો ઘણી હદ સુધી ઓછો થાય છે.