ઘણી વાર કાનમાં અવાજ અથવા સીટી વાગવાની સમસ્યા થાય છે.આની પાછળ ઘણાં કારણ હોઇ શકે છે. આવો જાણીએ કાનમાં આવી સમસ્યા કેમ થા છે.
કાનમાં આ પ્રકારની સમસ્યા પાછળ ઘણી વાર કાનમાં ઇન્ફેક્શન પણ હોઇ શકે છે. આ સ્થિતિમાં કાનમાં કચરો જમા થઇ શકે છે, જેનાથી કાન પર પ્રેશર આવે છે અને કાનમાં ભણકારાની સમસ્યા થાય છે.
ઇયર કેનલ બ્લોકેજ થવા પર કાનમાં આ પ્રકારના સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં ઘણી વાર કાનમાં મેલ અથવા પ્રવાહી પદાર્થ એક્ઠો થઇ જાય છે, જેનાથી ઇયર કેનલ બ્લોકે થાય છે, અને કાનમાં સીટી વાગવાની સમસ્યા થઇ શકે
વધુ દવા અથવા તેનો હેવી ડોઝ લેવાથી પણ ઘણી વાર કાનમાં સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં કાનમાંથી અવાજ અથવા સીટી વાગવા જેવી સમસ્યા થાય છે.
ઘણી વાર માથા અથવા ગળામાં ઇજા થવાના કારણે પણ કાનમાંથી અવાજ આવવાની સમસ્યા થાય છે. આ બ્રેન ફેન્ક્શનને પ્રભાવીત કરવાની સાથે સાથે કાનથી અવાજ આવવાા જેવી સમસ્યા થઇ શકે છે.
સાંભળવાની ક્ષમતા ઘટવી અથવા કાન ડેમેજ થવા પર ઘણી વાર કાનમાંથી સીટી વાગવા જેવી સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિ થવા પર ડોક્ટરની સલાહ લો.