ઘણાં લોકોને ગરમીની સીઝનમાં આંખમાં બળતરા અને પાણી નીકળવાની સમસ્યા વધી જાય છે. જો તેની અવગણના કરવામાં આવે તો સમસ્યા વધી શકે છે.
આંખોમાં બળતરા અને પાણી આવવાનું મુખ્ય કારણ છે ધૂળ-માટી, પ્રદૂષણ, ધૂમાડો હોઇ શકે છે. આંખોમાં ડ્રાઇનેસ, વધુ સ્ક્રીન સમયનું કારણ બની હોઇ શકે છે.
આંખોમાં બળતરાની સમસ્યા થવા પર ગુલાબજળ નાંખી શકો છો. આનાથી આંખો સારી ક્લિન થાય છે. આંખોને ફ્રેશનેસ અનુભવ થાય છે અને બળતરા ઘટે છે.
ગરીમાં કેટલાક લોકોને આંખોમાં વધારે પડતી બળતરાની સમસ્યા થાય છે. આંખો પર ખીરા રાખવાથી ઠંક મળે છે, આંખોમાં પાણી આવતું પણ બંધ થાય છે.
આંખો પર એલોવેરા જલ લગાવવાથી આંખોને ઘણો લાભ થાય છે. આંખો મોઇશ્ચરાઇઝર થાય છે. આંખોને ઠંડક મળે છે.
ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. ગ્રીન ટી બેગને આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે. આને 10 મિનિટ માટે ફ્રિજમાં રાખ્યા બાદ આંખો પર રાખો.