સામાન્ય રીતે શિયાળામાં લોકો એવી વસ્તુઓ ખાતા હોય છે જેનાથી શરીર ગરમ રહે.જેથી આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે.
આ ઋતુમાં તલની વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ચોક્કસપણે ફાયદાકારક છે. આવો જાણીએ તલમાંથી બનેલ લાડુની રેસીપી વિશે.
1 કપ સફેદ ત,1-2 કપ ખોયા,1-2 કપ ગોળ,2 ચમચી કેનોલા તેલ.
એક કડાઈ ગરમ કરો તેમાં કેનોલા તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં તલ નાખો.
કડાઈમાં તલને ધીમા તાપે સત્તત હલાવતા રહો, જ્યાં સુધી તે હળવા ગોલ્ડન રંગના ન થાય ત્યાં સુધી તેને શેકી લો.
જ્યારે તલનો રંગ બદલાઈ જય, ત્યારે ફ્લેમ બંધ કરી દો અને તલને કોઈ એખ પ્લેટમાં બહાર કાઢી લો.
હવે ફરીથી કડાઈને ગરમ કરો અને તેમાં ગોળને થોડુ પાણી નાખીને સત્તત હલાવીને મિક્સ કરો, જેથી ગોળ કડાઈમાં ચોટી ન જાય.
જ્યારે ગોળની ચાસણી જેમ ઘટ્ટ જાઈ જાય એટલે કે લાડું બનાવી શકાય તેટલો ઘટ્ટ થઈ જાય પછી ગેસને બંધ કરી દો.
હવે ગોળની રબડીમાં ઝડપથી શેકેલા તલ અને ખોયાને નાખીને બરાબર મિક્સ કરો.
જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારે હથેળીમાં તેલ લગાવીને હળવા હાથે લાડું બનાવો.
આ લાડુમાં તમે ઘણા પ્રકારના ડ્રાયફ્રુટ્સ પણ નાખી શકો છો.આ તમેને દુ સ્વસ્થ અને સ્વાદિષ્ટ બનાવશે.
આ માટે ડ્રાયફ્રુટ્સને ઘીમાં હળવા હાથે શેકી લો અને તેમાં તલની સાથે મિક્સ કરો.
ઘરે શિયાળામાં પાર્ટીઓ દરમિયાન તેને મીઠા નાસ્તા તરીકે પણ પીરસી શકાય છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાચી જાગરણ વાંચતા રહો.