પનીર કોફતા એક સ્વાદિષ્ટ રેસીપી છે તેમાં ખોયા અને કિસમિસ પણ નાખવામાં આવે છે.જે તેનો ટેસ્ટ બમણો કરે છે, તેમજ તેની ક્રીમી ગ્રેવીનો કોઈ જવાબ નથી.
આ એક એવી રેસીપી છે જે બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકોને પસંદ હોય છે. આવો જાણીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે તૈયાર કરી શકાય.
100 ગ્રામ પનીર,2 બટાકા, 50 ગ્રામ ખોયા, 2 ચમચી આદુ-લસણની પેસ્ટ,2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું,મુઠ્ઠીભર કોથમીર,1-2 ચમચી ધાણા-જીરું,તળવા માટે તેલ,25 ગ્રામ કિસમિસ(નાના ટુકડા કરેલ), 50 ગ્રામ લોટ,સ્વાદ મુજબ મીઠું.
3 ચમચી શુદ્ધ તેલ,2 તજ,6 લીલા એલચી,2 ચમચી આદુ-લસણની પેસ્ટ,2 કાળી એલચી,12 લવિંગ,2 ચમચી જીરું,2 ડુંગળી સમારેલ,11 ચમચી ધાણા પાઉડર, 100 ગ્રામ ટમાટાની પ્યુરી, 5 ચમચી દહીં,સ્વાદ મુજબ મીઠું, 1-2 ચમચી ખાંડ.
સૌપ્રથમ પનીરને છીણી લો અને બટાકાને બાફી લો.
હવે એક બાઉલમાં કોફતાની બધી સામગ્રી જેમ કે પનીર,બટાકા,ખોયા,મીઠું,મસાલા,કિસમિસ,મેંદાનો લોટ અને થોડુ તેલ નાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને લોટમાંથી કોફતા આકરમાં તળી લો.
કોફતાને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો, પછી તેને પ્લેટમાં કાઢી લો.
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તજ,લીલી ઈલાઈચી,કાળી ઈલાયચી,લવિંગ,તમાલપત્ર અને જીરું નાખો.
આ પછી તેમાં ડુંગળી,મીઠું,આદુ-લસણની પેસ્ટ અને મસાલા નાખીને ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં ટમેટાની પ્યુરી અને થોડું દૂધ નાખો અને ધીમા તાપે પકાવો.
હલકું બફાઈ જાય એટલે તેમાં દહીં અને ખાંડ નાખીને 10 થી 15 મિનિટ ઢાંકીને રાખો.
હવે ગ્રેવીમાં તળેલા કોફતા નાખો અને તેને ધીમા તાપ પર 5 થી 6 મિનિટ સુઘી પાકવા દો.
હવે તેમાં લીંબુનો રસ અને કોથમીર ગાર્નિશ કરીને નાન અથવા રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.