આ રીતે ઘરે બનાવો મસાલેદાર ટેસ્ટી પાઉંભાજી


By Jivan Kapuriya15, Aug 2023 12:10 PMgujaratijagran.com

જાણો

પાઉંભાજી એક ફેમસ નાસ્તો છે જે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ખવાય છે. તે કેટલાક શાકભાજી મિક્સ કરીને બાનાવવામાં આવે છે.

દરેક ઉંમરના લોકોની પસંદ છે.

તે એક એવી વાનગી છે કે દરેક ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. અહીં અમે તમને

સામગ્રી

2 ચમચી તેલ,1 કપ ડુંગળી સમારેલ,1 ચમચી આદુ-લસણની પેસ્ટ,1-2 કપ દૂધી સમારેલ,1-2 કપ કેપ્સિકમ સમારેલ,1 કપ બટાકા સમારેલ,1-2 કપ બીટ સમારેલ,1 ચમચી લાલ મરચું,1-2 કપ ટમેટા પ્યુરી,2 ક્યુબ બટર, 1 પુળીયું કોથમીર, 6 પાઉં,પાઉંભાજી મસાલા.

સ્ટેપ-1

એક પેનમાં તેલ મૂકો. તેમાં માખણના ટુકડા સથા ડુંગળી નાખો.

સ્ટેપ-2

હવે ડુંગળીને ગોલ્ચ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમાં આદુ-લસણની પેસ્ટ પણ નાખો.

સ્ટેપ-3

હવે તેમાં ઝીણી સમારેલી દૂધી,બીટ,કેપ્સિકમ અને બટાકા નાખીને સારી રીતે પકાવો.

સ્ટેપ-4

પછી તેમાં કોથમીર,મીઠું,લાલ મરચું પાવડર અને પાઉંભાજી મસાલો નાખો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

મેશ તૈયાર કર્યા બાદ તેમાં ટમેટાની પ્યુરી મિક્સ કરો અને થોડી વાર પકાવો.

સ્ટેપ-6

થોડી વાર પકવીને તેમાં માખણ અને કોથમીર નાખો. તમારી ભાજી તૈયાર થઈ ગઈ છે.

સ્ટેપ-7

હવે પાઉં પર સારી રીતે માખણ લગાવીને અને પાઉંભાજી મસાલો છાંટો.

સ્ટેપ-8

હવે એક પેન ગરમ કરો અને તેમાં પાઉંને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

સ્ટેપ-9

તૈયાર છે તમારી ગરમાગરમ પાઉંભાજી, હવે તેમાં લીંબુના ટુકડા,ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કરો.

સ્ટેપ-10

પાઉંભાજીને લંચ,બ્રેકફાસ્ટ કે ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકો છો, ઉપરાંત ભાજીને માખણથી ગર્નિશ કરવાનું ભૂલશો નહીં.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ટેસ્ટી બટાકા વડા કેવી રીતે ઘરે બનાવવા જાણી લો રેસીપી