ટેસ્ટી બટાકા વડા કેવી રીતે ઘરે બનાવવા, જાણી લો રેસીપી


By Jivan Kapuriya15, Aug 2023 11:58 AMgujaratijagran.com

જાણો

મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે બટાકા વડા. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આવો જાણીએ તેના ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

3 કપ બટાકા- બાફેલા છાલ ઉતારીને છુંદો કરેલ, 1 ચમચી તેલ,2 ચમચી આદુ-લીલા મરચાંની પેસ્ટ,1-4 ચમચી-હળદર પાઉડર, 1 ચમચી કોથમીર,2 ચમચી લીંબુનો રસ,2 ચમચી ખાંડ,મીઠું સ્વાદ મુજબ,તેલ તળવા માટે.

લોટનું દ્રાવણ બનાવવા માટે

4-11 કપ ચણાનો લાટ,1-4 ચમચી લાલ મરચું,1ચમચી તેલ,એક ચપટી હીંગ,એક ચપટી બેકિંગ સોડા,મીઠું સ્વાદ મુજબ.

બટાકા વડા સ્ટેપ-1

ગેસના ચૂલા પર મોટો તવો મૂકો. તેમાં તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ-2

તેમાં આદુ,લીલા મરચાની પેસ્ટ,હળદર,ધાણા,લીંબુનો રસ,બટાકા,ખાંડ,અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

મધ્યમ તાપ પર તેને 3 થી 4 મિનિટ સુધી ચમચા વડે હલાવતા હલાવતા પકાવો.

સ્ટેપ-4

ગેસ બંધ કરો. આ મિશ્રણને થોડી વાર રહેવા દો જેથી તે ઠંડુ થઈ જાય.

સ્ટેપ-5

આ મિશ્રણને 13 થી 15 ભાગમાં વહેંચો. તમારી હથેળીઓને થોડું તેલ વડે ગ્રીસ કરો અને મિશ્રણના ગોળા બનાવો અને બાજુ પર રાખો.

સ્ટેપ-6

એક બાઉલમાં ચણાનો લોટ,લાલ મરચું, તેલ,હિંગ,ખાવાનો સોડા,અને પાણી નાખીને પાતળું બેટર તૈયાર કરો.

સ્ટેપ-7

કડાઈને ગેસ પર ચડાવીને તેલ ગરમ કરો અને બટાકાના ગોળાને ચણાના લોટના બેટરમાં બોળીને લો.

સ્ટેપ-8

તેમને કડાઈમાં નાખો અને બંને બાજું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ધ્યાન રાખો કે ગેસ મધ્યલ રાખવો.

સ્ટેપ-9

એક પ્લેટમાં તેલ શોષક કાગળ મૂકો અને તેના પર તળેલા બટાકા નડાને બહાર કાઢો.

સ્ટેપ-10

બટાકા વડાને તમે તમારી પસંદની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઇન્સ્ટન્ટ મગની દાળનો હળવો ઘરે કેવી રીતે બનાવવો, જાણી લો રેસીપી