આમ તો ચીકી ઘમી પ્રકારે બનતી હોય છે ઘણા લોકો તેને ખાંડ કે ગોળમાંથી બનાવે છે. તલની ચીકી વધારે પડતી ઉતરાયણ પર બનાવતા હોય છે અને શિયાળામાં પણ વધારે બનતી હોય છે તો ચાલો આજે આપણે ઘરે તલની ચીક્કી બનાવવાની રીત જાણીશું.
સફેદ તેલ 1 કપ, ગોળ 1 કપ, જરૂર મુજબ ઘી કે તેલ વગેરે.
તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો.
કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો અને તેને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દો.
હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો.
હવે તેમાં ગોળ નાખી ફુલ ગેસ પર ગોળને ઓગાળીને ચાસણી તૈયાર કરો.
હવે ચાસણીમાં તલ ઉમેરીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
હવે પ્લેટમાં ઘી લગાવાને તેના પર તૈયાર થયેલ તલ ગોળનો પાક કાઢીને ફેલાવી દો.
થોડીવાર પછી પરફેક્ટ ચોરસ પીસ કરવા માટે ચપ્પુની મદદથી કટકા કરી લો અને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.