શિયાળામાં મકાઈનો રોટલો ટ્રાય કરો


By Vanraj Dabhi30, Dec 2023 11:44 AMgujaratijagran.com

સામગ્રી

1 બાઉલ મકાઈનો લોટ,સ્વાદ પ્રમાણે મીઠું, ઘી કે તેલ વગેરે.

સ્ટેપ- 1

એક વાસણમાં મકાઈનો લોટ ચારણી વડે ચાળી લો.

સ્ટેપ- 2

હવે તેમાં મીઠું નાખી મિક્સ કરો અને થોડું થોડું પાણી રેડી લોટ બાંધો.

સ્ટેપ- 3

હવે ગેસ પર તવો ગરમ કરવા મૂકો.

સ્ટેપ- 4

હવે થોડો લોટ લઈ બરાબર મસળી રોટલો હાથ વડે થાપીને ગરમ તવામાં મૂકી એક સાઈડ શેકાઈ જાય એટલે તેને ફેરવી બીજી સાઈડ ફેરવી તેને ફુલાવી દો.

સ્ટેપ- 5

શેકાય જાય એટલે એક પ્લેટમાં લઈ તેના પર ઘી ચોપડી લો.

સર્વ કરો

તૈયાર છે તમારો મકાઈનો રોટલો તમે તેને ગરમાગરમ સબ્જી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રીંગણાનો ઓળો : કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનું ભરથુ આ રીતે ઘરે બનાવો