રીંગણનું ભરથુ ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં પ્રખ્યાત છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ સારો છે. બાળકોથી માંડીને ઘરના વડીલોને રીંગણનું ભરથું ખૂબ ભાવે છે. આ રેસીપી રીંગણ,ટામેટાં, ડુંગળી અને મસાલા સાથે રાંધવામાં આવે છે, આવો જાણીએ.
1 મોટું રીંગણ, 1 નાની ડુંગળી સમારેલી, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 લીલા મરચાં સમારેલા, 2 ચમચી સમારેલી લીલી ડુંગળી,2 ટામેટાં સમારેલા, 1/8 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી સમારેલી કોથમીર.
સૌ પ્રથમ રીંગણાને ધોઈને સાફ કરી ગેસ અથવા ચૂલામાં મૂકીને મધ્યમ તાપ પર શેકી લો.
હવે તેને 5-10 મિનિટ ઠંડુ થવા દો અને તેની કાળી પડી ગયેલ છાલ કાઢીને શેકેલા રીંગણને છરી વડે નાના ટુકડા કરીને મેશ કરો.
હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી,આદુ-લસણની પેસ્ટ, લીલી ડુંગળી,સમારેલા લીલા મરચા નાખીને ફ્રાય કરો.
ત્યાર બાદ સમારેલા ટામેટાં અને હળદર પાવડર,લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે મેશ કરેલ રીંગણ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને 5-6 મિનિટ સુધી પાકવા દો.
હવે ગેસ બંધ કરીને કોથમરીથી ગાર્નિશ કરો. રીંગણ ભરથુ પીરસવા માટે તૈયાર છે.
તમે તેને બાજરાના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.