ગુજરાત પ્રવાસન માટે ખૂબ જ પ્રખ્યાત છે તેથી પ્રવાસ દરમિયાન તમે ગુજરાતી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવા માંગતા હોવ તો અમે અહીં કેટલીક ફેમસ ડિશ જણાવીશું, જે તમારે તો અચૂક ટ્રાય કરવી જોઈએ.
જો તમે ગુજરાત જાવ તો ખમણ ઢોકળાનો સ્વાદ ચોક્કસ ચાખજો. આ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ વાનગીની યાદીમાં ટોચ પર છે. ગુજરાતીઓની સાથે ભારતના કેટલાક ભાગોમાં તે ખૂબ જ ઉત્સાહથી ખવામાં આવે છે.
જો તમને ચા સાથે ઢેબરા ટેસ્ટ કરશો તો તે એક અલગ આનંદ અનુભવશો. તે બાજરી અને મેથીમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. દેખાવમાં તે બિલકુલ પકોડા જેવો જ લાગે છે પણ તેનો સ્વાદ એકદમ અલગ અને સ્વાદથી ભરપૂર છે.
તમે પરિવાર કે મિત્રો સાથે ગુજરાત પ્રવાસ પર ગયા હોવ તો હાંડવો અચૂક ટ્રાય કરજો, તે એક પ્રકારનું તીખું છે અને તેનો સ્વાદ એટલો મસાલેદાર છે કે તેનાથી મોઢામાં પાણી આવી જાય છે. હાંડવોનો આનંદ લો અને તેને પાર્શલ કરીને ઘરે લઈ આવો.
આ એક એવી વાનગી છે જેનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. જો કે ગુજરાતમાં ઘણી વાનગીઓ ખૂબ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જ્યારે દાળ ઢોકળીની વાત આવે છે ત્યારે બધું એક તરફ પડ્યું રહે છે, કઠોળ, મસાલા અને લોટથી બનેલી આ વાનગી ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.