થાક લાગવો, શરદી થવી, ઝડપથી વજન વધવું, શું તમે થાઈરોઈડની પકડમાં તો નથી ને?


By Smith Taral23, Apr 2024 05:44 PMgujaratijagran.com

થાઈરોઈડ એક એવી સમસ્યા છે જે ઘણા વર્ષોથી ધીમે ધીમે વધે છે. આના લક્ષણોમાં શરૂઆતમાં, થાક અને વજન ઓછું થવું વગેરેનો સમાવેશ થાય છે . જો સમયસર આ તરફ ધ્યાન આપવામાં આવે તો થાઈરોડની આ સમસ્યા વધું જોખમી બની શકે છે. આવો જાણીએ થાઈરોઈડનો અન્ય લક્ષણો

વધુ પડતો થાક લાગવો

કોઈ પણ કારણ વગર થાકેલા અને નબળાઈ અનુભવી એ થાઈરોઈડના લક્ષણો છે આવી સ્થિતીમાં સમયસર મેડીકલ ચેક અપ અને બ્લડ ટેસ્ટ કરાવવો જરુરી છે.

ડ્રાય સ્કીન

જે થાઈરોઈડથી પીડાય છે તેમની સ્કીન ઝડપથી ડ્રાય થવા લાગે છે. જો આ લક્ષણો જણાતા હોય તો તરતજ ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ અને તપાસ કરાવવી જોઈએ.

કબજિયાત

થાઈરોઈડમાં કબજિયાતની સમસ્યા જોવા મળે છે.આવી સ્થિતિમાં, ડૉક્ટરની મદદ લેવી જોઈએ અને વહેલામા વહેલા સારવાર શરુ કરાવી જોઈએ

ખૂબ ઠંડી લાગવી

થાઈરોઈડથી પીડિત દર્દીઓને વઘુ ઠંડી લાગે છે, અને કેટલાક દર્દીઓને વધુ પડતી ગરમી પણ લાગે છે. આવા લક્ષણો વ્યક્તિએ થાઈરોઈડ ટેસ્ટ કરાવવો જોઈએ.

વજનમાં વધારો

થાઈરોઈડના દર્દીઓનું વજન ખૂબ જ ઝડપથી વધે છે,અને ચહેરા પર સોજો પણ આવે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.

ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના ફાયદા