ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના ફાયદા


By Vanraj Dabhi23, Apr 2024 04:38 PMgujaratijagran.com

કાચી ડુંગળીના ફાયદા

ઉનાળામાં આકરો તાપ-લૂ પડતી હોય છે જેના કારણે લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બની જતા હોય છે, આ તકે લૂથી બચવા માટે તમે કાચી ડુંગળી ખાઈ શકો છો, ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

પોષક તત્વો

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે.તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ,એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણા ફાયદાકારક છે.

લૂથી બચાવે

આરોગ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં લોકો લૂ લાગવાના કારણે ઘણીવાર બીમાર પડે છે.તેથી આ તકે કાચી ડુંગળી ખાવાથી લૂ લાગવાથી બચાવવાની સાથે તમારું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

શરીરને ઠંડુ રાખે

નિષ્ણાતોના મતે ઉનાળામાં જોરદાર લૂ અને ગરમ પવનો ફૂંકાતા હોય છે,તેથી આ તકે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ.જે આ હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ડુંગળીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણો હોય છે,તેમાં સેલેનિયમ નામનું તત્વ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.

પાચન સુધારે

ઉનાળામાં ડુંગળી ખાવાથી અપચો નથી થતો.જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે.

સુગર લેવલ કંટ્રોલ રાખે

ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે.તેમાં સલ્ફર અને ક્વેર્સેટિન જેવા એન્ટિ-ડાયાબિટીક સંયોજનો હોવાથી તે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ લક્ષણો બતાવે છે, તમારી આંખો નબળી પડી રહી છે