સવારે જોવા મળતી આ વસ્તુ હોય છે ખૂબ જ શુભ
By Kishan Prajapati
19, Jan 2023 07:15 PM
gujaratijagran.com
ધાર્મિક માન્યતા મુજબ સવારે કોઈ સારી વસ્તુ દેખાય તો આખો દિવસ શુભ પસાર થાય છે.
સવારે ઉઠતાં જ તો તમને ચકલીઓનો અવાજ સાંભળવા મળે તો સમજવું કે, તમારો દિવસ સારો પસાર થવાનો છે.
સવારે તમને સફેદ ફૂલ અથવા હાથી જોવા મળે તો આખો દિવસ તમારા પર મા લક્ષ્મીની કૃપા રહેશે.
સવારે ઉઠતાં જ દૂધ અને દહીં દેખાવવું શુભ હોય છે. એવી માન્યતા છે કે, તે સારા ભાગ્ય અંગે ઇશારો કરે છે.
સવારે ગાય જોવા મળવી તે શુભ માનવામાં આવે છે. જેને લીધે આખો દિવસ તમને ધન લાભ મળશે.
જો સવારે શ્રીફળ, શંખ અને શોપારી જોવા મળે તો તે શુભ મનાય છે. એવી માન્યા છે કે, આવી વસ્તુ દેખાવાથી તમને ધનલાભ થવાનો છે.
સવારે તમને મંદિર અથવા ઘંટનો અવાજ સંભળાય તો તે પણ શુભ મનાય છે. જેનાથી આખો દિવસ સારો પસાર થશે.
Ahsaas Channaની ક્યૂટ અદા પર ફિદા થયા ફેન્સ, જુઓ ફોટો
Explore More