આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે નથી નોચ ડિસ્પ્લે, જાણો કેવી રીતે ફ્રન્ટ કેમેરા વર્ક


By Kishan Prajapati08, Mar 2023 07:28 PMgujaratijagran.com

લોન્ચ

Nubia Z50 Ultra સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે.

કેમ હોય છે નોચ ડિસ્પ્લે?

મોટાભાગના સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા માટે પંચ હોલ, નોચ અથવા કટઆઉટનો ઉપયોગ કરવામાં આવે છે. Nubia Z50 Ultraમાં નોચ કટઆઉટ નથી.

કેવી રીતે સેલ્ફી ફોટો લેવો અને વીડિયો કોલ કરવો

સેલ્ફી કેમેરાની વાત કરીએ તો તેમાં કસ્ટમ 16MPનો OmniVision OV16E1Q અંડર ડિસ્પ્લે કેમેરા આપવામાં આવ્યો છે.

રિઅર કેમેરા સેટઅપ

Nubia Z50 Ultraમાં બેક પેનલ પર 64MPનો ડ્યુઅલ કેમેરાના સેટઅપ છે. આ ફોનમાં 5000mAhની બેટરી છે. જે 80Wના ચાર્જર સાથે આવે છે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ

તેમાં 6.8 ઇંચની OLED ડિસ્પ્લે છે. તેમાં કોઈ નોચ અથવા પંચ હોલ કટઆઉટ આપવામાં આવ્યું નથી. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે.

રેમ અને પ્રોસેસર

દમદાર સ્પીડ માટે Snapdragon 8 Gen 2 ચિપસેટ, 16GB LPDDR5x અને 1TBનું UFS 4.0 સ્ટોરેજ છે.

ફોન હિટિંગ થશે નહીં

સ્માર્ટફોનના ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવા માટે 4212mm2 લાર્જ વેપોર ચેમ્બર લિક્વિડ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે.

કિંમત

Nubia Z50 Ultraની કિંમત ચીનમાં 47,211 રૂપિયા છે.

Tataની આ નવી કાર ધૂમ મચાવશે, જાણો કિંમત