લીમડાની પેસ્ટમાં એન્ટિ બેક્ટેરિયા અને એન્ટિ સેપ્ટિક જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે લીમડાનો લેપ લગાવવાથી તમારી સ્કિનને ઘણાં ફાયદા મળી શકે છે.
એન્ટિ બેક્ટેરિયલ - એન્ટિ ઇન્ફ્લેમેટરી - એન્ટિ સેપ્ટિક - એન્ટિ ફંગલ - એન્ટિ એજિંગ
ચહેરાને ખીલથી છુટકારો મેળવવા માટે લીમડાના પાંદડાનો લેપ લગાવો. લીમડાના પત્તાની પેસ્ટ એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે પિંપલ્સથી રાહત અપાવે છે.
ઘણી વાર ચહેરા પર ખંજવાળ આવે છે, જેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આ કારણે જ એન્ટિ સેપ્ટિક ગુણોથી ભરપૂર લીમડાની પેસ્ટ લગાવવાથી ચેહરા અને શરીરની ખંજવાળ દૂર થઇ શકે છે.
ગરમીમાં ચહેરાનું એકસ્ટ્રા ઓઇલ ઘટાડવા માટે લીમડાની પેસ્ટ લગાવો. ગુણોથી ભરપૂર લીમડાની પેસ્ટ ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવાથી સીબમ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
ઘાને ભરવા માટે એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર લીમડાની પેસ્ટ લગાવી શકાય છે. આ પેસ્ટને લગાવવાથી ઘા અથવા વાગવાના કારણે ઇન્ફેક્શનથી બચી શકાય છે.
લીમડના પત્તાનો લેપ લગાવવાથી ચેહાર પર રહેલા બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યામાં ઘટાડો કરી શકાય છે. એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોવાના કારણે લીમડાનો લેપ ફોલ્લીમાં રાહત અપાવે છે.