લીંબુની છાલમાં ઘણાં એવા ગુણકારી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાને ઘટાડવામાં મદદ કર છે. આવો જાણીએ લીંબુની છાલનો ઉપયોગ કરવાથી મળતા ફાયદા વિશે.
લીંબુની છાલમાં ફ્લોરિન અને મેથોક્સાઇકોમરિન જેવા ગુણકારી પોષકતત્ત્વો હોય છે, જે મોંના બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. આ છાલનો પાવડર નેવશેકા પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી ફાયદો મળે છે.
સ્થૂળતાના કારણે ઘણી સમસ્યા વધવા લાગે છે, જેનાથી બચવા માટે લીંબન છાલનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ છાલને રાત્રે પાણીની બોટલામાં રાખો, સવારે આ પાણી પીવાથી ફેટ ઝડપથી બર્ન થાય છે.
લીંબુની છાલમાં કેલ્શિયમની માત્રા રહેલી હોય છે, જે હાડકાના નિર્માણ અને વિકાસમાં ફાયદાકારક છે. એક ચમચી લીંબુનો પાવડર પાણીમાં મિક્સ કરીને પીવાથી હાડકાને લગતી ઘણી સમસ્યા દૂર થાય છે.
લીંબુની છાલમાં ખાંડ અને ઓલીવ ઓઇલ મિક્સ કરીને શરીરને સ્ક્રબની જેમ ઉપયોગ કરવાથી બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનના કારણે થતી સમસ્યાઓ ઘટાડી શકાય છે.
લીંબુની છાલમાં પોલીફેનોલ્સની સારી માત્રા હોય છે, જે એન્ટિ એજિંગન તરીકે કામ કરે છે. આ છાલને ચહેરા પર રબ કરવાથી ફ્રી રેડિકલ્સને કારણે ત્વચા પર વધી રહેલા એજિંગના લક્ષણોને ઘટાવામાં મદદ મળે છે.