શરીરમાં કૉપરની કમીની સૌથી વધુ અસર મગજ પર જોવા મળે છે. આ પોષકતત્ત્વની કમીથી એન્જાઈમ મગજ સુધી પોષણ નથી પહોંચાડી શકતું. જેના કારણે યાદશક્તિ સબંધી સમસ્યાઓ વધવા લાગે છે.
બૉડીમાં કૉપરની કમીના કારણે હાડકા નબળા પડીને ફ્રેક્ચર થવાનો ખતરો વધી જાય છે. આ મિનરલ્સની કમીથી શરીરમાં હાડકા સાથે સંકળાયેલી સમસ્યા વધવા લાગે છે.
અર્થરાઈટિસ એટલે કે સાંધા સાથે સંકળાયેલી સમસ્યા હોવાનો ખતરો વધી જાય છે. જ્યારે શરીરમાં કૉપરનું પ્રમાણ ઘટવા અથવા વધવા લાગે છે. કૉપરની કમીથી સાંધામાં સોજા વધવા લાગે છે, જે દુખાવાનું કારણ બને છે.
બૉડીમાં કૉપરની ઉણપ થવા પર લોહીની કમી એટલે કે એનીમિયા થવાની સંભાવના વધી જાય છે. કૉપરની કમી થવા પર શરીરમાં આયરનનું શોષણ નથી થઈ શકતુ, જેના કારણે હીમોગ્લોબિનમાં ઘટાડો થાય છે અને શરીરમાં લોહી ઓછું થવા લાગે છે.
વધારે શારીરિક અશક્તિ અને થાકનું મુખ્ય કારણ બૉડીમાં કૉપરની કમી હોય છે. શરીરમાં કૉપરની કમીથી બૉડીનું એનર્જી લેવલ અસંતુલિત થવાનો સૌથી વધુ ખતરો રહે છે.
નટ્સ, બીન્સ, બટાકા, ઓર્ગન મીટ, ડાર્ક ચૉકલેટ અને લીલા શાકભાજી