પૂરાણો મુજબ વ્યક્તિને થોડાક મહિના પહેલાં જ મૃત્યુનો આભાસ થાય છે અને તેના સંકેત પણ મળે છે.
પુરાણો મુજબ વ્યક્તિને મૃત્યુ પહેલાં કયા સંકેત મળે છે એ અંગે અમે તમને જણાવીએ.
સામુદ્રીક શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય ત્યારે તેના હાથની રેખા આછી થઈ જાય છે.
પુરાણો મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેની પાસે બેસેલા વ્યક્તિને જોઈ શકતો નથી.
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે ઘણાં લોકોને તેની આસપાસ પોતાના પૂર્વજો દેખાય છે.
જ્યારે કોઈને તેનો વ્યક્તિનો પડછાયો દેખાય નહીં ત્યારે તેનું શીઘ્ર મૃત્યુ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ ખુદને ગધેડા પર સવાર થયેલો જોવે તો તે તેનું મૃત્યુ નજીક હોવાનો સંકેત હોય છે.