હોળીમાં કેમ પીવાય છે ભાંગ?


By hariom sharma02, Mar 2023 07:30 AMgujaratijagran.com

હોળીમાં ભાંગ

આ વર્ષે હોળી 8 માર્ચના દિવસે ઉજવવામાં આવશે. હોળીના દિવસે ભાંગનું સેવન ઘણાં લોકો કરે છે, આજે આપણે જાણીશું કે હોળીના દિવસે ભાંગ કેમ પીવામાં આવે છે.

ધાર્મિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં ભાંગનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે. ઘણાં લોકો ભાંગને ભગવાન શિવ સાથે જોડે છે તો ઘણાં લોકો નશા માટે પીવે છે.

શિવ અને ભાંગ

કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવે વિષને ગળાથી નીચેના ભેગા નહોંતું ઉતાર્યું. વિષ ખૂબ જ ગરમ હતું, જેના કારણે શિવજીને ગરમી થવા લાગી અને તેઓ કૈલાશ પર્વત ઉપર જતા રહ્યાં.

શિવજીએ પીધી ભાંગ

વિષની ગરમીને ઓછી કરવા માટે શિવજીએ ભાંગનું સેવન કર્યું. કહેવાય છે કે ભગવાન શિવને ભાંગનો સ્વાદ ખૂબ જ પસંદ પડ્યો અને ત્યારથી પૂજામાં ભાંગનો ઉપયોગ થવા લાગ્યો.

હોળીમાં જ કે?

ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાન વિષ્ણુજીએ નરસિંહનો અવતાર લીધો અને ભગવાન શિવે શરભ અવતાર લીધો. ત્યારથી જ પ્રસાદના રૂપમાં ભાંગ પીવાની પરંપરા શરૂ થઇ હતી.

શિવ અને વિષ્ણુ

હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની મિત્રતાના પ્રતીક સ્વરૂપ ભાંગનું સેવન કરવાની પરંપરા છે.

શિવજીની પૂજા

એવું કહેવામાં આવે છે કે ભાંગ વગર શિવજીની પૂજા અધૂરી છે. શિવજીની પૂજામાં ભાંગની સાથે ધતૂરો અને બિલિપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

હોળીનો નાસ્તો

હોળીના દિવસે નાસ્તમાં ઘુઘરા, ફરસાણ, સ્વીટની સાથે ભાંગની ઠંડાઇ પણ લેવામાં આવે છે.

Horoscope Today, March 02, 2023 - જાણો આજનું રાશિફળ