વેટ લોસ કરવા માટે શરીરને ડિટોક્સ કરતાં કેટલાક સરળ ઉપાય વિશે આપણને ફિટ ઈન્ડિયા એમ્બેસેડર, ડાયેટ સ્ટુડીઓની ફાઉન્ડર અને ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ કોમલ પટેલ બતાવી રહ્યાં છે.
વેટ લોસ ડિટોક્સ ડાયેટ ડાયઝેશનની સુવિધા આપે છે. આ તમારા શરીરના વિષાત્ક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી તમારું મેટાબોલિઝમમાં વધારો થાય છે.
વજન ઘટાડવા માટે દિવસની શરૂઆતમાં એક ડિટોક્સ ડ્રિન્ક ખૂબ જ સારું હોય છે, જે બધાં વિષાત્ક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
કાકડી, ફુદીનો, લીંબુ અને થોડું મધ મિક્સ કરીને ડિટોક્સ ડ્રિન્ક બનાવો અને તેને સવારે લો. આ પાચનમાં મદદ કરશે અને હેવી ફૂડ્સ ખાધા પછી પણ હળવો અનુભવ થાય છે.
પ્રસંગો દરમિયાન તળેલા ફૂડ અને સ્વીટનું સેવન કર્યા પછી બધાંને સમાંતર કરવા માટે શાકભાજીની જરૂર હોય છે.
શાકભાજીને સલાડના રૂપમાં લો અથવા વેજિટેબલ સ્મૂધી તરીકે પણ લઇ શકો છો. ભોજનમાં ખૂબ જ લીલા શાકાભાજી સામેલ કરો જેનાથી એકસ્ટ્રા વજન ઘટી શકે છે.
દરેક પ્રકારના ડેઝર્ટથી બચવું અને શુગર ક્રેવિંગ ફ્રૂટ લો. ફ્રૂટ જરૂરી પોષકતત્ત્વોનો એક મોટો સ્રોત છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.
આલ્કોહોલના બદલે તાજા ફળોનો રસ, સ્મૂધી અથવા ડિટોક્સ ડ્રિન્ક પોષણના સ્વસ્થ સ્ત્રોત છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ શરીરમાં ફ્રી રેડિકલ્સને રોકવામાં મદદ કરે છે. ગ્રીન ટી, માચા ટી, બિન્સ, નટ્સ અને બ્લૂબેરી એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે.