માથાના દુખાવામાં રાહત અપાવશે આ તેલ


By Hariom Sharma02, Aug 2023 08:07 PMgujaratijagran.com

ઘણી વાર માથાનો દુખાવો એટલે વધી જાય છે કે તેને સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે. માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ તેલનો ઉપયોગ કરો.

ફુદીના તેલ

ફુદીનાનું તેલ મેન્થોલથી ભરપૂર હોય છે જે માથાના દુખાવામાં અસરકારક છે. માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ફુદીનાનું તેલ માથામાં લગાવો.

નીલગીરી તેલ

ગુણોથી ભરપૂર નીલગીરીનું તેલ માથાનો દુખાવો દૂર કરી શકે છે. આ તેલમાં દુખાવો દૂર કરનારા ગુણો રહેલા હોય છે. આ તેલને માથા પર લગાવવાથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

મહેંદી તેલ

મહેંદીના તેલમાં એનાલ્જેસિક ગુણો રહેલા હોય છે, જે દુખાવામાં ઘટાડો કરે છે. મહેંદીનું તેલ લગાવવાથી માથુ દુખાવાની સમસ્યા દૂર થઇ શકે છે.

લેમન ઓઇલ

લીંબુના તેલની સ્ટ્રોંગ સ્મેલ માથાના દુખાવાથી છુટકારો અપાવી શકે છે. આ માટે લીંબુના તેલના કેટલાક ટીપા તણાવ અને માથાના દુખાવાની સમસ્યા દૂર કરી શકે છે.

લવેન્ડર તેલ

માથાના દુખાવાથી છુટકારો મેળવવા માગો છો તો લવેન્ડરનું તેલ લગાવો. લવેન્ડર ઓઇલમાં એન્ટિસેપ્ટિક જેવા ગુણો રહેલા હોય છે, જે તમારા માથાનો દુખાવો દૂર કરી શકે છે.

કેમોમાઇલ તેલ

કેમોમાઇલ તેલમાં ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે સ્ટ્રેસથી રાહત અપાવે છે. કેમોમાઇલના તેલ લગાવવાથી તમારા માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યા દૂર થઇ શકે છે.

માથાના દુખાવાનું કારણ

- તણાવ - ડિહાઇડ્રેશન - ઊંઘની ઉણપ - હોર્મોનલ ચેન્જ

વાળને બનાવો સ્ટ્રોંગ અને ચમકદાર કઢી પત્તા અને બીટથી