તેલમાં ઔષધીય ગુણો રહેલા હોય છે, જે તમારી ત્વચા માટે ગુણકારી હોય છે. તમારા ચહેરાની નમી અને ચમક વધારવા માટે આ તેલનો ઉપયોગ કરો.
વિટામિન ઈથી ભરપૂર બદામનું તેલ તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકે છે. તમારા ચહેરાનો પ્રાકૃતિક નીખાર વધારવા માટે બદામનું તેલ લગાવો.
પોષકતત્વોથી ભરપૂર જોજોબા તેલ સ્કિનનો ગ્લો વધારવામાં મદદ કરે છે. ચહેરા પર જોજોબા તેલ લગાવીને મસાજ કરવાથી તમને ઘણા ફાયદા મળશે.
કેસ્ટર ઓઇલમાં બદામનું તેલ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ તેલ દ્વારા ફેસ મસાજ કરવાથી સ્કિનના નીખારમાં મદદ મળે છે.
લીમડાના તેલના ઉપયોગથી ખીલ અને ખંજવાળ જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ તેલ લગાવીને ફેસી 10 મિનિટ સુધી માલીશ કરો, ત્યાર બાદ ચહેરો સાફ કરી લો.
નારિયળ તેલમાં મોઇશ્ચરાઇજિંગ ગુણ રહેલા હોય છે, જે સ્કિનની ડ્રાઇનેસ દૂર કરે છે. ચહેરાની ચમક વધારવા માટે કોકોનટ ઓઇલ લગાવી શકો છો.
ગુણોથી ભરપૂર ઓલિવ ઓઇલ તેલ તમારી ત્વચાનો નેચરલી ગ્લો વધારી શકે છે. આ તેલી લગાવીને ચહેરાની થોડી વાર સુધી માલીશ કરો ત્વચાને ગ્લો વધશે.