રાત્રિ ભોજન મોડું કરવાથી થાય છે આ નુકશાન


By Kisankumar Sureshkumar Prajapati25, Feb 2025 04:10 PMgujaratijagran.com

લેટ નાઇટ ડિનર

આજકાલ લેટ નાઇટ ડિનર એકદમ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે ડિનર કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

પાચન

મોડા રાત્રિનું ભોજન લેવાથી પેટનું ફૂલવું, અપચો અને એસિડ રિફ્લક્સ જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

યોગ્ય સમય?

ખોરાક વહેલો ખાવાથી શરીરને ખોરાક પચવા માટે પૂરતો સમય મળે છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.

હૃદય

મોડી રાત્રે ખોરાક ખાવાથી લોહીમાં સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. જે હૃદયના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ક્યારે ખાવું?

વહેલો ખોરાક ખાવાથી શરીરને લોહીમાં રહેલી ખાંડ અને ચરબીને શોષી લેવા માટે પૂરતો સમય મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્ય

રાત્રે વહેલા જમવાથી ભોજન પચી જાય છે જેના કારણે સૂતી વખતે શરીર હળવું રહે છે અને સારી ઊંઘ આવે છે.

ખાવાનો યોગ્ય સમય?

મોડી રાત્રે ખાવાથી તમે બીજા દિવસે થાક અનુભવી શકો છો, જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

Vitamin B12 Medicines: વિટામિન B12ની દવા ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?