આમ તો શરીરમાં વિટામિન B12 વધારવા માટે લોકો ડાયેટિશયનના જણાવ્યા મુજબ શાકાહારી લોકો વેજ ફૂડ ઉપરાંત નોન વેજ ખાતા જ હોય છે. આ ઉપરાંત તમે અલગથી દવા પણ લઈ શકો છો.
વિટામિન B12ની દવાને લઈને હંમેશા મુંઝવણ રહે છે કે, આવી મેડિસીન ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ? તો આ આર્ટીકલમાં અમે તમારું કન્ફ્યુઝન દૂર કરવા જઈ રહ્યાં છીએ...
વિટામિન B12ની દવા સવારના સમયે જ લેવી સૌથી વધુ ફાયદેમંદ રહે છે. જેના પરિણામે આખો દિવસ શરીરને એનરજી મળતી રહે છે.
સવારના સમયે શરીરને સૌથી વધુ એનર્જીની જરૂર પડતી હોય છે. એવામાં વિટામિન B12 શરીરને એનર્જી પુરી પાડે છે.
વિટામિન B12ની ટેબ્લેટ તમે ભૂખ્યા પેટે અથવા તો ખાધા પછી પણ લઈ શકો છો. જો આવી દવાથી તમને પેટમાં સમસ્યા સર્જાતી હોય તો તમે ખાધા પછી લો તે હિતાવહ રહેશે. આમ છતાં એક વખત તબીબની સલાહ અચૂક લેવી.
વિટામિન B12ની દવા ખાલી પેટ લેવાથી તેનું અવશોષણ સારી રીતે થાય છે. જેથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.
વિટામિન B12ની દવા જમવાના એક કલાક પહેલા અથવા તો ખાધા પછી 1 કલાક બાદ લેવી જોઈએ.