કેટલાક એવા સંકેત છે જે તમને એવું જણાવે છે કે, તમારા ઘરની આસપાસ નકારાત્મક ઉર્જા સક્રિય છે.
તમારા ઘરમાં કોઈ પાલતૂ પશુ જેવું કે, કૂતરું અને બિલાડી હોય અને તેનો વ્યવહાર અચાનક બદલાઈ જાય તો તેને હળવાશમાં લેવું નહીં. તે નકારાત્મક ઉર્જાની હાજરીનો સંકેત હોઈ શકે છે.
ઘરનું તાપમાન જો અચાનક બદલાઈ જાય એટલે કે, બધુ સામાન્ય હોવા છતાં આસપાસનું તાપમાન ઓછું અનુભવાય તો તે સારો સંકેત નથી.
જો તમારા ઘરમાં કોઈ ના હોય છતાં કોઈની હાજરીનો અનુભવ થાય ત્યારે નકારાત્મક ઉર્જાને દૂર કરવાના ઉપાય કરવા જોઈએ.
જો તમારા ઘરમાં બધુ સામાન્ય હોય અને તમને વધુ સુગંધ અનુભવાય તો તેનું કારણ નકારાત્મક ઉર્જાની હાજરી હોઈ શકે છે.
જો કોઈ વસ્તુ સાચવીને રાખી હોય અને તે વસ્તુ તે સ્થાન પર ના મળે તો અને આવું વારંવાર થાય તો એ ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાનો સંકેત છે.
જો તમને લાગે કે કોઈ તમને અડી રહ્યું છે તમે વળીને જુઓ અને કોઈ ના હોય તો સમજવું કે, તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય છે.