ઈંડા અને ચીકન કરતા પણ વધું પ્રોટીન મળે છે આ વસ્તુમાં


By Smith Taral31, Aug 2024 05:41 PMgujaratijagran.com

મગની દાળનો પ્રોટીન સ્રોત

મગની દાળમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે મગજ અને શરીરને નવી ઊર્જા આપે છે, અને તમારાં સ્નાયુઓના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.

પોષક તત્વો

મગની દાળ વિટામિન B C, અને Eનો ભંડાર છે, સાથે જ આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

પાચનક્રિયા

આ દાળમાં રહેલો ફાઈબરની વધું માત્રા, પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે, જેથી તમે દિવસભર તાજગી અનુભવો.

બ્લડ શુગરનું સંતુલન

મગની દાળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી, તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં સહાય કરે છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ લાભદાયક સાબિત થાય છે.

હૃદયનું સ્વાસ્થ્ય

એન્ટીઓક્સીડેન્ટ અને પોટેશિયમથી ભરપૂર, મગની દાળ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે, જેથી તમારું હૃદય હંમેશા તંદુરસ્ત રહે છે

લોટમાં અજમો મિક્સ કરીને ખાવા પર આ લાભ મળે છે