આ છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, કિંમત સાંભળી થશે ભારે આશ્ચર્ય
By Nileshkumar Zinzuwadiya2023-04-29, 16:15 ISTgujaratijagran.com
શુદ્ધતા
આજના પ્રદૂષણના સમયમાં સૌ ઈચ્છે છે કે તેઓ જે પણ ખાય-પીવે છે તે શુદ્ધ હોય. પણ આ વાત એટલી સરળ નથી. તમે સાંભળ્યું હશે કે વિરાટ કોહલી જે પાણી પીવે છે તે 4 હજાર રૂપિયે લીટર આવે છે.
બ્રાન્ડનું નામ
આજે આપણે જે પાણીની વાત કરી રહ્યા છીએ તે વિશ્વના સૌથી મોંઘા પાણીમાં સ્થાન ધરાવે છે. આ પાણીની બ્રાન્ડનું નામ છે એક્કા ડી ક્રિસ્ટલો ટ્રિબુટો એ મોડિગ્લિયનિ.
ગિનીસ વર્લ્ડ બુકમાં પણ આ બ્રાન્ડનું નામ
આ બ્રાન્ડ દુનિયાનું સૌથી મોંઘુ પાણી વેચે છે. ગિનીસ વર્લ્ડ બુકમાં પણ આ બ્રાન્ડનું નામ નોંધાયેલું છે. આ પાણીની કિંમત 45 લાખ પ્રતિ લીટર છે.
1 લીટર પાણીની કિંમત 49 લાખ રૂપિયા
વર્ષ 2010માં આ પાણીની 1 લીટરની બોટલ 60 US ડોલર એટલે કે 49 લાખ રૂપિયામાં વેચાઈ હતી. એવો દાવો કરવામાં આવે છે કે દરેક બુંદમાં સોનું ભળેલુ છે. આ પાણી પીવાથી સામાન્ય પાણીની તુલનામાં વધારે ઊર્જા મળે છે.
થાઈરોઈડ માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા, આજથી જ અપનાવો પછી જુઓ કમાલ