ખાંડની નિકાસ પર સરકાર પ્રતિબંધ મુકી શકે છે


By Nileshkumar Zinzuwadiya2023-04-29, 15:48 ISTgujaratijagran.com

વૈશ્વિક બજારમાં ખાંડની કિંમત વધી રહી છે

ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થતા અને માંગ વધવાને લીધે વૈશ્વિક તથા ઘરેલુ માંગ વચ્ચે ખાંડની કિંમતમાં વધારો થયો છે. વૈશ્વિક બજારમાં ખાંડની કિંમત વધતા ઉદ્યોગો ખાંડની વધુ નિકાસ કરી રહ્યા છે.

ઘરેલુ બજારમાં ખાંડ મોંઘી

જોકે ઘરેલુ બજારમાં ખાંડ મોંઘી થતા અને ઉત્પાદનમાં ઘટાડો થવાને લીધે હવે ભારત સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકી શકે છે.

જથ્થાબંધ બજારમાં ભાવ વધ્યા

મુંબઈ જથ્થાબંધ બજારમાં કિંમત રૂપિયા 30 વધીને રૂપિયા 3630 થઈ છે, દિલ્હીમાં રૂપિયા 3800, કાનપુરમાં રૂપિયા 3900 છે.જથ્થાબંધ બજારમાં વધતી કિંમતની અસર હવે છૂટક બજાર પર પણ જોવા મળી રહી છે.

વધી રહ્યા છે ભાવ

મુંબઈમાં છેલ્લા બે સપ્તાહમાં ખાંડની કિંમત પ્રતિ કિલો રૂપિયા 40થી વધી રૂપિયા 46 થઈ ગઈ છે. ચેન્નાઈ અને હૈદરાબાદમાં કિલો ખાંડના ભાવ અનુક્રમે 52 અને 51 થઈ ગઈ છે.

ખાંડનું ઉત્પાદન

15 એપ્રિલ 2023 સુધી દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે 311 લાખ ટન રહ્યું છે. શેરડીનો ઘણો હિસ્સો હવે ઈથેનોલ તરફ ડાઈવર્ટ થઈ રહ્યો છે.

બાળકોની સ્માર્ટફોનની આદત છોડાવાના ઉપાય